રાજકોટ ડિવિઝને સમસ્યાનાં કાયમી ઉકેલ માટે 84.5 મીટર લાંબા બ્રીજનું નિર્માણ કર્યું, વર્ષો જૂની મુશ્કેલીનો અંત

રાજકોટ ડિવિઝન હેઠળ આવતા હાપા યાર્ડમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યાનો અંત આવ્યો છે. રેલવે તંત્ર દ્વારા ચોમાસાની ઋતુમાં ટ્રેનોનું સંચાલન સંપૂર્ણપણે સુચારુ અને ભયમુક્ત રહે તે માટે દિશામાં સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ જ શ્રેણીમાં રાજકોટ ડિવિઝને એક મોટો ભગીરથ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પાર પાડીને રેલ યાત્રીઓ અને સામાન્ય જનતા માટે એક વિશાળ સુવિધાનું નિર્માણ કર્યું છે. જે અંતર્ગત કોઈપણ ખાસ બ્લોક લીધા વિના હાપા યાર્ડમાં 84.5 મીટર લાંબા બ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બ્રીજનાં કારણે હવે હાપા યાર્ડમાં પાણી ભરાવાની સમસ્યા ભૂતકાળ બની છે.

હાપા યાર્ડમાં 84.5 મીટર લાંબા વધારાના લઘુ રેલ બ્રીજનું નિર્માણ છેલ્લા કેટલાક વર્ષોના અનુભવો અને આંકડાઓ દર્શાવે છે કે અતિ ભારે વરસાદ દરમિયાન હાપા યાર્ડ વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ સર્જાતી હતી. યાર્ડમાં જળભરાવ થવાના કારણે ટ્રેનોના સમયસર સંચાલન પર નકારાત્મક અસર પડવાની તેમજ રેલ વાહનવ્યવહાર સ્થગિત થવાની ગંભીર આશંકાઓ સતત રહેતી હતી.

પાણી ભરાવાની સમસ્યાથી છૂટકારો આ પરિસ્થિતિને કારણે અસંખ્ય મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો અને રેલવે તંત્ર માટે પણ સંચાલન એક મોટો પડકાર બની જતું હતું. આ વિકટ સમસ્યાના કાયમી અને જડમૂળથી ઉકેલ માટે રાજકોટ ડિવિઝન દ્વારા હાપા યાર્ડમાં 84.5 મીટર લાંબા વધારાના લઘુ રેલ બ્રીજનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું હતું, જે હવે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *