ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટ ખાતે પધાર્યા હતા તેમના હસ્તે 268 કરોડથી વધુના વિકાસકામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરાયું હતું. પ્રથમ તેમણે સ્વ.વિજય રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટ અંતર્ગત તેજસ્વી દીકરીઓને સન્માનવા પહોંચ્યા હતા. જ્યાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ દિલ્હીના જંતરમંતર પર થયેલા આંદોલનને વખોડ્યું હતું. જે બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે નવા ઓડિરોટીયમ સહિતના લીલીઝંડી આપવા માટે પહોંચ્યા હતા. જ્યાં જીતુ વઘાણીએ સમયના અભાવના કારણે પોતાની સ્પીચ ન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હળવા મૂડમાં મજાક કરતા કહ્યું કે હું અગાઉ એક કાર્યક્રમમાં ન્હોતો બોલ્યો તો ખૂબ તાળીઓ પડી હતી તે જ તાળીઓ આજે જીતુભાઈ માટે પડવી જોઈએ. જ્યારે રાજકોટના લોકોને પૂછ્યું કે અહીં સફાઈ થાય છે કે નહીં ? તો કેટલાકે કહ્યું કે આજે થઈ હતી.
અટલ બિહારી વાજપેયી ઓડીટોરિયમ ખાતે સ્વ. પૂજિત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ ખાતેના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજય રૂપાણીના જન્મ દિવસ નિમિતે વંદન કરું છું. વિજયભાઈનું જીવન સાદગી પૂર્ણ હતું. દરેક કાર્યકર્તા પ્રત્યે આત્મીયતાનો ભાવ હતો. ગરીબ, વંચિત , જરૂરિયાત મંદ માટે પ્રેરણારૂપ કાર્ય કર્યું છે. વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો 37 ટકાથી ઘટાડીને 1 ટકા પહોંચ્યો છે. આ સાથે જ દીક્ષા ગ્રહણ કરનાર વિધાર્થીઓને મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા. 2047માં વિકસિત ભારતના સંકલ્પને પૂરું કરવામાં સામાજિક સંસ્થાઓનો ફાળો પણ મહત્વનો રહેશે તેમ જણાવ્યું હતું.