રવિવારે નાઈટ પેટ્રોલિંગમાં 42 શખસો છરી સહિતના હથિયાર સાથે ઝડપાયા

રાજકોટ શહેરમાં સામાન્ય બોલાચાલી બાદ છરી વડે હુમલો કરવાની વધતી ઘટનાઓને પગલે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા અને અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીકની સૂચનાથી નાઈટ પેટ્રોલિંગની ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન એ ડિવિઝન પોલીસે એક શખ્સને, થોરાળા પોલીસે 9 શખસને, પ્રદ્યુમનનગર પોલીસે 5 શખસને, ગાંધીગ્રામ પોલીસે 4 શખસને, યુનિવર્સિટી પોલીસે 8 શખસને, માલવિયાનગર પોલીસે 11 શખસને અને તાલુકા પોલીસે 4 શખસને છરી કે અન્ય તીક્ષ્ણ હથિયાર સાથે ઝડપી પાડી કુલ 42 શખસ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઝુંબેશ દરમિયાન એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કાર્તિક દીલીપભાઈ ગોહેલ જાહેર રસ્તા પર છરી સાથે ઝડપાયો હતો. જ્યારે થોરાળા પોલીસે છરી રાખવા બદલ રોહીત ઉર્ફે માથારો રાજુભાઈ મકવાણા, રવી ઉર્ફે દકળ મનશુખભાઈ સોલંકી, જયદીપ મનસુખભાઈ ફતેપરા, મયુર ઉર્ફે ભુરો ભૂપતભાઈ ઓળકીયા, નીતીન વિનોદભાઈ દેગામા, સચીન મહેશભાઈ ચાવડા, આઝાદ દીપકભાઈ સોલંકી, ભાવેશ મગનભાઇ ભવા અને અખ્તરહુશેન અબ્દુલભાઇ સુમરા સહિત કુલ 9 આરોપીની અટકાયત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *