અમદાવાદ સમરાંગણ બન્યું, વિદ્યાર્થીઓ આક્રમક બન્યા

દિલ્હીમાં વડાપ્રધાન આવાસ બહાર રાહુલ ગાંધીના ધરણા બાદ NEET પેપર લીક વિવાદમાં આજે 22 જુલાઈના રોજ સવારમાં રાજીવ ભવન પાસે સવારે કોંગ્રેસના નેતાઓએ, બપોર બાદ ભાજપના નેતાઓએ કોંગ્રેસ વિરુદ્ધ અને સાંજે ગુજરાત યુનિવર્સિટી પાસે વિદ્યાર્થીઓએ સરકાર વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો હતો.

આ વિરોધ પ્રદર્શન દરમિયાન અનેકવાર નેતાઓ, કાર્યકરો, વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણના દૃશ્યો પણ સર્જાયા હતા. પોલીસકર્મીઓએ બસોની બસો ભરીને આ પ્રદર્શનકારીઓની અટકાયત કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પ્રદર્શનકારીઓએ પોલીસની નજરચૂક થતાં જ મેલોડી, રાષ્ટ્રગાન અને પોસ્ટર સાથે સરકાર વિરુદ્ધ હાય હાયના નારા લગાવી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *