જંતર-મંતર પર પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ

દિલ્હીના જંતર-મંતર પર બુધવારે રાત્રે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ. CJP પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો. જવાબમાં પોલીસે ટીયર ગેસ છોડ્યા. ઘટના સંબંધિત કેટલાક વીડિયો સામે આવ્યા. જેમાં પ્રદર્શનકારીઓના હાથમાં પણ લાકડીઓ દેખાઈ રહી છે. તેઓ પોલીસકર્મીઓ પર હુમલો કરી રહ્યા છે.

આ પહેલાં 20 જુલાઈએ CJPના સંસદ માર્ચ દરમિયાન અથડામણ થઈ હતી. પ્રદર્શનકારીઓ સંસદ ગેટ નજીક પહોંચી ગયા હતા. તેમને હટાવવા માટે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.

જંતર-મંતર પર પ્રદર્શનકારીઓ માટે દુનિયાભરમાંથી ખાવાનું અને નાસ્તો ઓર્ડર કરવામાં આવી રહ્યો છે. એક ડિલિવરી બોયે જણાવ્યું કે આ ઓર્ડર ભારત બહારથી કરવામાં આવ્યો હતો, અને મને તેને જંતર-મંતર પર લોકો સુધી પહોંચાડવા માટે કહેવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *