સેલિના જેટલી લગભગ 15 વર્ષ પછી મોટા પડદા પર વાપસી કરવા જઈ રહી છે. તે ડિરેક્ટર રામ કમલ મુખર્જીની આગામી બાયોપિકમાં ‘સિસ્ટર નિવેદિતા’ (માર્ગારેટ નોબલ)નું પાત્ર ભજવશે.
પોતાના એક ઇન્ટરવ્યુમાં સેલિનાએ કહ્યું કે, આ ફિલ્મ તેના કરિયરના સૌથી ખાસ અનુભવોમાંથી એક છે. તેણે જણાવ્યું કે, રામ કમલ મુખર્જી સાથે કામ કરવું તેના માટે એક અલગ અનુભવ રહ્યો અને આ પાત્ર ભજવવું તેના માટે માત્ર અભિનય જ નહીં, પરંતુ એક જવાબદારી જેવું છે.
સેલિના કહે છે…‘સિસ્ટર નિવેદિતા મને સૌથી વધુ એટલા માટે પ્રભાવિત કરે છે, કારણ કે તેમનો જન્મ ભારતમાં થયો ન હતો, તેમ છતાં તેમણે પોતાનું જીવન ભારત, તેની સંસ્કૃતિ, આધ્યાત્મિક વિચારધારા અને લોકોની સેવામાં સમર્પિત કરી દીધું.’
સિસ્ટર નિવેદિતા કોણ છે?
સિસ્ટર નિવેદિતા સ્વામી વિવેકાનંદના આઇરિશ શિષ્યા હતાં, જેમણે પોતાનું જીવન ભારતના શિક્ષણ, સમાજસેવા અને રાષ્ટ્રજાગૃતિને સમર્પિત કરી દીધું. મહિલા શિક્ષણ અને ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસારમાં તેમના યોગદાનને આજે પણ પ્રેરણાસ્ત્રોત માનવામાં આવે છે.