રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અને નશાના કારોબારને નાબૂદ કરવા પોલીસે અલગ-અલગ વિસ્તારોમાં કડક કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે અમદાવાદ હાઈવે પર નવાગામ બામણબોર પાસે વોચ ગોઠવીને સ્વિફ્ટ કારમાંથી 52,560ની કિંમતના મેફેડ્રોન (MD) ડ્રગ્સના જથ્થા સાથે 4 શખ્સોને ઝડપી લીધા છે. પકડાયેલા આ ચારેય આરોપીઓ અગાઉ અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા રીઢા ગુનેગાર છે. જેમાં કુખ્યાત ડ્રગ પેડલર સુધા ધામેલિયાનો પુત્ર સામેલ છે.આ ઉપરાંત, શહેરમાં દૂધની ડેરીની હરીફાઈમાં વેપારીને ધમકી આપવાનો અને શેરીમાંથી નીકળવા બાબતે છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવાના વધુ બે ગુના પોલીસ ચોપડે નોંધાયા છે.
SOGની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, અમદાવાદ હાઈ-વે તરફથી રાજકોટ શહેરમાં માદક પદાર્થનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે નવાગામ બામણબોર ગામમાં જવાના જુના રસ્તા પાસે, એરપોર્ટ પોલીસ સ્ટેશનની ચેકપોસ્ટ સામે વ્યુહાત્મક વોચ ગોઠવી હતી. તે દરમિયાન ત્યાંથી પસાર થતી એક શંકાસ્પદ સ્વિફ્ટ કારને અટકાવી તલાશી લેતા તેમાંથી 17.520 ગ્રામ મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
4 આરોપીઓ ઝડપાયા, કુલ 37 ગુનાનો ઇતિહાસ:
પોલીસે કારમાં સવાર વિનય ઉકેડિયા, હિતેશ ઉર્ફે હિતો ધામેલીયા, ભવદીપ ઉર્ફે હાંડો ડાભી અને વિશાલ ગોહિલની સ્થળ પરથી ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી ડ્રગ્સ, ચાર મોબાઈલ ફોન અને સ્વિફ્ટ કાર સહિત કુલ 5,72,560નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસતા ચોંકાવનારી વિગતો સામે આવી છે: