હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે, 28 જૂનથી 4 જુલાઈ સુધીની આગાહી કરવામાં છે. જેમાં આજે ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ આગામી ત્રણ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. 2 જુલાઈ પછી રાજ્યમાં વરસાદી માહોલ જામવાના એંધાણ છે.
અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, જેની ધરી 5.8 કિલોમીટરની ઊંચાઈ પર ટ્રફ તરીકે આવેલી છે, અને તેનું સ્થાન 77 ડિગ્રી ઈસ્ટ અને 25 ડિગ્રી નોર્થ છે. તેની સાથે જ, ગઈકાલે નોર્થ ગુજરાત પર જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું, તે હવે મધ્ય પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં છે, જેનો વિસ્તાર દરિયાઈ સપાટીથી 3.1 થી 5.8 કિલોમીટર ઉપર છે. આની સાથે જ એક સીઝનલ ટ્રફ છે જે પંજાબથી બિહાર સુધી ઉત્તર પ્રદેશ અને હરિયાણા થઈને પસાર થાય છે.
તેમના પ્રભાવથી એવી અપેક્ષા રાખી શકાય છે કે, આગામી સાત દિવસમાં ગુજરાત રીજન, સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વરસાદી માહોલ જોવા મળી શકે. જો ભારે વરસાદની વાત કરીએ, તો આજે પશ્ચિમ મધ્ય પ્રદેશને અડતા જિલ્લાઓ, જેમ કે છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં થોડો ભારે વરસાદ થવાની અપેક્ષા છે. આ જ રીતે 2, 3 અને 4 જુલાઈના રોજ પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં, ખાસ કરીને નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, ડાંગ વગેરેમાં પણ ભારે વરસાદ થઈ શકે છે.