રાજકોટમાં તહેવારોમાં મુખ્ય બજારોના દબાણો હટાવાશે

રાજકોટમાં નવરાત્રી અને દિવાળીના તહેવારો નજીક છે ત્યારે લાખાજીરાજ રોડ તેમજ ધર્મેન્દ્ર રોડ પર ફેરિયાઓ અને પાથરણાંવાળાના દબાણનો પ્રશ્ન વધુ ઉગ્ર બન્યો છે. આ સમસ્યાને લઈને લાખાજીરાજ માર્કેટ વેપારી મર્ચન્ટ એસોસિએશને મ્યુનિસિપલ કમિશનરને દુકાનની ચાવીઓ સોંપવાની જાહેરાત કરી હતી. જો કે, કમિશનર રૂબરૂ ન મળતા વેપારીઓએ મેયર ડો. નેહલ શુકલને મળીને રજૂઆત કરી હતી.

વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે, દર વર્ષે તહેવારોમાં અને સપ્તાહનાં અંતે જાહેર માર્ગો પર પાથરણાંવાળાના કારણે ધંધા રોજગાર પર માઠી અસર પડે છે અને પ્રશાસનની નબળી કામગીરીથી વેપારીઓ હાલાકી ભોગવી રહ્યા છે.

લાખાજીરાજ અને ધર્મેન્દ્ર રોડને હોકર્સ ઝોન ફ્રી કરવા દરખાસ્ત તૈયાર
આ અંગે મેયર ડો. નેહલ શુકલે જણાવ્યું કે, લાખાજીરાજ રોડ અને ધર્મેન્દ્ર રોડને હોકર્સ ઝોન ફ્રી કરવા દરખાસ્ત તૈયાર કરી દેવાઈ છે, જેનો ટૂંક સમયમાં અમલ થશે અને તહેવારોમાં પાથરણાંવાળાને બિલકુલ બેસવા નહીં દેવાય. સાથેસાથે મેયરે વેપારીઓને પણ કડક ચેતવણી આપતા જણાવ્યું કે, પાથરણાંવાળાની સાથે વેપારીઓ પણ દુકાનના થડા બહાર કાઢશે, ફૂટપાથ પર ડિસ્પ્લે સ્ટેચ્યુ મુકશે કે લોખંડની જાળીઓ ગોઠવીને દબાણ કરશે તો તેમની સામે પણ કાયદેસરની સખત કાર્યવાહી કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *