સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવી છે. આ યુનિવર્સિટીની વિદ્યાર્થિની તથા રાજકોટની એમ.વી.એમ. મહિલા કોલેજની પ્રતિભાશાળી એથ્લેટ દેવયાનીબા ઝાલા એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય થઈ છે. ઓડિશાના ભુવનેશ્વર ખાતે 65મી નેશનલ ઇન્ટર-સ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ-2026ની મહિલા 400 મીટર દોડમાં 53.26 સેકન્ડના ઉત્કૃષ્ટ સમય સાથે તેને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે અને જાપાનમાં નાગોયામાં યોજાનારી એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય થઈ છે. દેવયાનીબાની સિદ્ધિએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ.હરીશ રાબાએ જણાવ્યું હતું કે, દેવયાનીબા ઝાલા એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય કરનાર ગુજરાતની એકમાત્ર મહિલા એથ્લેટ બન્યા છે. ભારતમાંથી આ ઇવેન્ટ માટે પસંદગી પામેલા ત્રણ ખેલાડીઓમાં સ્થાન મેળવી તેમણે પોતાની પ્રતિભા, સતત મહેનત અને સમર્પણનો પરિચય આપ્યો છે. તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ મહિલા વિદ્યાર્થિની તરીકે એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય થઈ યુનિવર્સિટીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવનાર ખેલાડી બન્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *