મેઘરાજાના અમી છાંટણા, વાતાવરણમાં ઠંડક પ્રસરી

રાજકોટ શહેરમાં ચોમાસાના વિધિગત આગમન બાદ સિઝનનો પહેલો વરસાદ વરસ્યો છે. લાંબા સમયના વિરામ બાદ આજે મેઘરાજાએ રાજકોટ શહેરના સેન્ટ્રલ અને ઇસ્ટ ઝોનમાં બીજી વખત અમી છાંટણા કર્યા છે. જ્યારે વેસ્ટ ઝોનમાં માત્ર વરસાદી વાતાવરણ વચ્ચે કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા હતા અને કોઈ એક બે વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ રાજકોટમાં મેઘરાજાનું આગમન જરૂર થયું પરંતુ મન મૂકીને વરસે તેના માટે રાજકોટ વાસીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

રાજકોટ વાસીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવ્યો છે. આજે બપોર બાદ રાજકોટ શહેરમાં આખરે મેઘરાજાએ વરસવાનું શરૂ કર્યું હતું. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી એ મુજબ રાજકોટ શહેરમાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ સાંજે 7 વાગ્યા પછી વરસાદી માહોલ વચ્ચે ધીમીધારે શહેરના સેન્ટ્રલ ઝોન અને ઇસ્ટ ઝોનના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો રાત્રે 8 વાગ્યા સુધીમાં રાજકોટ શહેરમાં સેન્ટ્રલ ઝોનમાં 8 mm, ઇસ્ટ ઝોનમાં 5mm અને વેસ્ટ ઝોનમાં માત્ર વરસાદી ઝાપટું પડ્યું હતું એટલે કે નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હતો. આ જ રીતે પખવાડિયા પહેલા પણ રાજકોટ શહેરમાં મેઘરાજાએ હાઉકલી કરી કોઈ કોઈ વિસ્તારમાં વરસાદના અમી છાંટણા કર્યા હતા જેના કારણે આ વખત ચાલુ સીઝનમાં રાજકોટ શહેરમાં બે વખત વરસાદી ઝાપટા વચ્ચે શહેરમાં કુલ વરસ ચાલુ સિઝનનો સેન્ટ્રલ ઝોનમાં 15 mm, ઇસ્ટ ઝોનમાં 5 mm અને વેસ્ટ ઝોનમાં 8 mm નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *