યુવકે બ્રિજ પરથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા દરબાર ચોકડી બ્રિજ પર એક યુવક દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. વીડિયોમાં યુવક બ્રિજ પરથી કૂદવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. જ્યારે આસપાસ હાજર લોકો તેને રોકવા અને સમજાવવાના પ્રયાસો કરતા નજરે પડ્યા હતા. આ ઘટનાને પગલે માંજલપુર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

ઘટનાસ્થળે હાજર લોકોએ યુવકને શાંતિથી સમજાવી તેને આ પગલું ભરતા અટકાવવાના પ્રયાસો કર્યા હતા. કેટલાક લોકોએ વાતચીત કરીને તેને બ્રિજની રેલિંગ પરથી નીચે ઉતાર્યો હતો અને માંજલપુર પોલીસને સોંપ્યો હતો. પોલીસે તેનું કાઉન્સેલિંગ કર્યું હતું.

રાહદારીઓ યુવકને પોલીસ સ્ટેશન લઈ ગયા ACP પ્રણવ કટારીયાએ જણાવ્યું હતું કે, બુધવારે(24 જૂન) મોડી રાત્રે માંજલપુર દરબાર ચોકડી બ્રિજ પાસે એક સચિન ચૌહાણ નામનો વ્યક્તિ આવતા-જતા વાહનોને રોકવાનો પ્રયત્ન કરતો હતો. ત્યાંથી પસાર થતા રાહદારીઓએ તેને આ અંગે પૂછતાં તે કંઈક વિચિત્ર વર્તન કરી રહ્યો હતો. જેથી રાહદારીઓ તેને સુરક્ષા ખાતર પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *