ખામેનીના અંતિમ સંસ્કાર માટે PM મોદીને આમંત્રણ

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પજશકિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીના રાજકીય અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટેનું આમંત્રણ મોકલ્યું છે.

અયાતુલ્લા ખામેનીનું 28 ફેબ્રુઆરીએ ઈઝરાયલ-અમેરિકાના હુમલામાં મૃત્યુ થયું હતું. આ પછી 4 માર્ચે તેમના અંતિમ સંસ્કાર થવાના હતા પરંતુ યુદ્ધને કારણે તેને મુલતવી રાખવામાં આવ્યું હતું.

હવે તેની શરૂઆત 4 જુલાઈથી થશે. તેમના મૃતદેહને તેહરાનના ગ્રાન્ડ મોસલ્લા પરિસરમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. આ પછી 9 જુલાઈએ મશહદ સ્થિત ઈમામ રઝા દરગાહમાં દફનાવવામાં આવશે.

અધિકારીઓને આશા છે કે તેહરાન, કુમ અને મશહદમાં યોજાનારા અંતિમ સંસ્કાર કાર્યક્રમોમાં લગભગ 2 કરોડ લોકો સામેલ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *