કૂવામાં પડી ગયેલા શિયાળના બચ્ચાનું રેસ્ક્યું

રાજકોટ જિલ્લાના લોઠડા ગામે શિયાળનું બચ્ચું એક ઊંડા કૂવામાં પડી ગયું હતું. જેની જાણ થતા જ ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો અને કૂવામાં એક યુવાન ઉતર્યો હતો. જે બાદ શિયાળના બચ્ચાને પિંજરામાં પૂરી કૂવાની બહાર કાઢવામાં આવ્યું હતું. અને ત્યારબાદ તેને મુક્ત કરી દેવામાં આવ્યું હતું. જેનો લાઇવ વીડિયો સામે આવ્યો છે.

રાજકોટ નોર્થના RFO જે. સી. જાડેજાએ દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા રાજકોટના લોઠડા ગામે કૂવામાં શિયાળ પડી ગયું હોવાની જાણ થતાં જ ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ તુરંત ત્યાં પહોંચી ગયો હતો. ત્રણથી ચાર યુવાનો દ્વારા શિયાળનું રેસ્ક્યું કરવાનું નક્કી કરાયું હતું. બાદમાં એક મોટા દોરડા સાથે એક યુવાન ઊંડા કૂવામાં ઉતર્યો.

જે બાદ ત્યાં બખોલમાં શિયાળનું બચ્ચું ગભરાઈને બેઠું હતું. જેને સૌ પ્રથમ કૂવામાં ઉતારવામાં આવેલા પિંજરામાં મૂકવામાં આવ્યું. ત્યારબાદ શિયાળના બચ્ચાને કૂવાની બહાર કાઢવામાં આવ્યુ અને પછી તે પીંજરાને ખુલ્લા મેદાનમાં જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યુ. આ રીતે ફોરેસ્ટ વિભાગે શિયાળના બચ્ચાનું રેસ્ક્યું કરવામાં આવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *