સિંધુ નદીના પાણી માટે પાકિસ્તાન તરસ્યું

ભારતે સિંધુ નદીનું પાણી રોકીને પાકિસ્તાનને તરસાવ્યું છે. પહેલગામ આતંકી હુમલાના જવાબમાં શરૂ કરાયેલા ‘ઓપરેશન સિંદૂર’ પછી સિંધુનું પાણી રોકવાથી પાકિસ્તાનની કમર તૂટી ગઈ છે. પાણી માટે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પણ મોંની ખાધા પછી જ્યાં પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ યુદ્ધ છેડવાની ધમકીઓ આપી રહ્યા છે.

એવામાં, યુદ્ધનો ઇરાદો ધરાવતા આર્મી ચીફ આસિમ મુનીર ષડયંત્ર રચવામાં વ્યસ્ત છે. એલઓસી પર પાકિસ્તાની સેનાની 8 બ્રિગેડે 35 એન્ટી ડ્રોન યુનિટ તૈનાત કર્યા છે. પાકિસ્તાને AI ફેન્સિંગ પણ કરી છે. આ અંતર્ગત ટાર્ગેટિંગ અને સર્વેલન્સને તેજ કરવામાં આવ્યું છે.

પાકિસ્તાને તાજેતરમાં ઇલેક્ટ્રોનિક વોરફેર અને કાઉન્ટર ડ્રોન ગ્રીડ પણ તૈયાર કરી છે. સૂત્રો અનુસાર, પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથે જોડાયેલી પોતાની સરહદો પરથી 5 બટાલિયનને આ મહિનાની શરૂઆતમાં જ ખસેડીને એલઓસીના રાવલાકોટ, કોટલી અને ભીમ્બર સેક્ટરમાં તૈનાત કરી છે. જણાવી દઈએ કે આ જ જગ્યાઓ પરથી પાકિસ્તાન ભારતમાં આતંકવાદીઓની ઘૂસણખોરી પણ કરતું રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *