નોટબંધીના સમયગાળા દરમિયાન રાજકોટ પોલીસ દ્વારા આરોપી અશોક કોશિયાને 8.35 લાખની રોકડ રકમ સાથે પકડવામાં આવ્યો હતો. આ રકમમાં તે સમયે નવી બહાર પડેલી બે હજારના દરની 400 નોટો એટલે કે 8 લાખ રૂપિયાનો સમાવેશ થતો હતો.
આરોપીએ ત્રણ પરસ્પર વિરોધાભાસી વાતો કરી હતી આવકવેરા વિભાગ દ્વારા આરોપીના ત્રણ અલગ-અલગ તારીખોએ નિવેદનો નોંધવામાં આવ્યા હતા, જેમાં તેણે પરસ્પર વિરોધાભાસી વાતો કરી હતી. શરૂઆતમાં તેણે જણાવ્યું કે તે બાલાજી પ્રોવિઝન સ્ટોર્સ ચલાવે છે અને 3 લાખ રૂપિયા તેના મિત્ર પાસેથી લોન પેટે લીધા હતા, જ્યારે બાકીની રકમ ગ્રાહકો પાસેથી મળી હતી.
બે હજારના દરની નવી નોટો ક્યાંથી આવી તેનો કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહી બાદમાં જ્યારે કેશ બુક અને બેંક બુક રજૂ કરાઈ, ત્યારે નોટબંધી પછી માત્ર 1.14 લાખ જેટલા રૂપિયા જ જમા થયેલા દેખાતા હતા. બાકીની બે હજારના દરની નવી નોટો ક્યાંથી આવી તેનો કોઈ સંતોષકારક ખુલાસો કે મિત્રની આર્થિક સક્ષમતાના પુરાવા આરોપી આપી શક્યો નહોતો. તેણે હિસાબી ચોપડા રાખવા બાબતે પણ ખોટા અને બદલાતા જવાબો આપ્યા હતા.
50 ટકા ટેક્સ ભરીને નાણાં કાયદેસર કરવાનો વિકલ્પ આપ્યો હતો તપાસ દરમિયાન આવકવેરા અધિકારીએ આરોપીને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 50 ટકા ટેક્સ ભરીને આ નાણાં કાયદેસર કરવાનો વિકલ્પ આપ્યો હતો, પરંતુ ટેક્સ કન્સલ્ટન્ટ સાથે વાત કર્યા બાદ આરોપીએ આ યોજનાનો લાભ લેવાની ના પાડી દીધી હતી.