રાજકોટથી પકડાયો, જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડની સફળ કામગીરી

જામનગર જિલ્લાની પેરોલ ફર્લો સ્ક્વોડને એક મોટી સફળતા મળી છે. કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઇંગ્લિશ દારૂના ગુનામાં છેલ્લા 15 વર્ષથી ફરાર આરોપીને રાજકોટથી ઝડપી પાડવામાં આવ્યો છે.

આરોપી ભગવાનજી ઉર્ફે ભગો પુંજાભાઇ ધરોલીયા, રહે. લક્ષ્મીના ઢોરા પાસે, મફતીયા પરા, કાલાવડ રોડ, રાજકોટ, છેલ્લા 15 વર્ષથી કાયદાની પકડમાંથી છટકી રહ્યો હતો. તેની ધરપકડ માટે પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી.

પોલીસે બાતમી મુજબ, ફરાર આરોપી ભગવાનજી ઉર્ફે ભગો રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલી રાધે લોજ પાસે ઊભો હતો.

બાતમીના આધારે, સ્ક્વોડની ટીમે તાત્કાલિક તે સ્થળે દરોડો પાડી વોચ ગોઠવી. તપાસ કરતા આરોપી ભગવાનજી ઉર્ફે ભગો ત્યાં હાજર મળી આવ્યો હતો. પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી લીધો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *