મેક્સિકોએ FIFA વર્લ્ડકપ 2026ની પ્રથમ મેચ જીતી

મેક્સિકોએ FIFA ફૂટબોલ વર્લ્ડ કપ 2026ની ઓપનિંગ મેચ જીતી લીધી છે. ટીમે મેક્સિકો સિટીના એઝ્ટેકા સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાને 2-0થી હરાવ્યું છે.

9મી મિનિટે મેક્સિકોના જુલિયન ક્વિનોનેસે ગોલ કર્યો હતો. સાઉથ આફ્રિકાના કેપ્ટન અને ગોલકીપર રોનવેન વિલિયમ્સની બેકપાસ પર થયેલી ભૂલનો ફાયદો ઉઠાવીને ક્વિનોનેસે ગોલ કરી દીધો હતો. 67મી મિનિટે સ્ટ્રાઇકર રાઉલ જિમેનેઝે શાનદાર હેડર લગાવીને મેક્સિકોની લીડ બમણી કરી દીધી હતી.

49મી મિનિટે સાઉથ આફ્રિકન મિડફિલ્ડર સ્પિફેલો સિથોલેને રેડ કાર્ડ બતાવીને મેદાનની બહાર મોકલી દેવામાં આવ્યો હતો. સિથોલેએ ગોલ તરફ આગળ વધી રહેલા મેક્સિકોના બ્રાયન ગુટીરેઝને પાછળથી ફાઉલ કરીને રોક્યો હતો.

84મી મિનિટે સાઉથ આફ્રિકાને બીજું રેડ કાર્ડ મળ્યું. થેમ્બા ઝ્વાનેને વાયોલન્ટ કન્ડક્ટ (હિંસક વર્તન) માટે રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું. રેફરીના જણાવ્યા અનુસાર ઝ્વાનેએ વિપક્ષી ખેલાડીને પાછળથી પકડી લીધો હતો. આ નિર્ણય બાદ સાઉથ આફ્રિકાની ટીમ 9 ખેલાડીઓ સુધી મર્યાદિત થઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *