11 જૂને મિશ્ર કારોબાર જોવા મળ્યો. સેન્સેક્સ દિવસના ઉચ્ચતમ સ્તરથી 562 અંક ઘટીને 73,833 ના સ્તરે બંધ થયો. જ્યારે નિફ્ટી 23,162 ના સ્તરે આવી ગયો છે. આજના કારોબારમાં IT અને બેન્કિંગ શેરોમાં સૌથી વધુ વેચવાલી રહી.
સેન્સેક્સ સવારે ઘટાડા સાથે ખુલ્યો હતો. પરંતુ કારોબાર દરમિયાન તે લગભગ 400 અંક વધીને 74,394 ના દિવસના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો. જોકે, 1 વાગ્યા પછી બજારમાં તીવ્ર વેચવાલી આવી અને સેન્સેક્સ 150 અંક ઘટીને 73,833 ના સ્તરે બંધ થયો. નિફ્ટીમાં 53 અંકોનો ઘટાડો રહ્યો.
આ પહેલા ગઈકાલે એટલે કે 10 જૂને શેરબજારમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. સેન્સેક્સ 64 પોઈન્ટ વધીને 73,983 ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 27 પોઈન્ટ ઘટીને 23,215 પર બંધ થયો હતો.