જ્હાનવી કપૂર તિરુપતિ મંદિરના પગથિયાં પર બેઠેલી જોવા મળી

બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર તેની નવી ફિલ્મ ‘પેડ્ડી’ના રિલીઝના અવસરે આંધ્ર પ્રદેશના તિરુપતિમાં તિરુમાલા મંદિર પહોંચી. જાહ્નવી તેના જીવન અને કારકિર્દીના મોટા પ્રસંગોએ અવારનવાર આ મંદિરમાં દર્શન કરવા આવે છે. તેની આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે.

ફિલ્મ મેકર્સ અનુસાર, રામ ચરણ અભિનીત આ ફિલ્મે પહેલા જ દિવસે વિશ્વભરમાં 135.36 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કરીને મોટી ઓપનિંગ કરી છે. જ્યારે, ઘરેલુ બોક્સ ઓફિસ પર પણ ફિલ્મે મજબૂત શરૂઆત કરી છે.

સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં જાહ્નવી કપૂર વહેલી સવારે સાદા કુર્તા-પાયજામા પહેરીને મંદિરની સીડીઓ ચડતી જોવા મળી. આ દરમિયાન તેણે પોતાના વાળનો અંબોડો વાળ્યો હતો અને કાનમાં ઇયરફોન લગાવ્યા હતા. એક વીડિયો ક્લિપમાં તે ચઢાણ દરમિયાન એક ખૂણામાં બેસીને થોડો આરામ કરતી પણ જોવા મળી. આ પછી, મુખ્ય મંદિરમાં દર્શન સમયે તે જાંબલી રંગની સાડી, મેચિંગ જ્વેલરી અને કપાળ પર બિંદી લગાવેલા પરંપરાગત લુકમાં ફરતી જોવા મળી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *