આટકોટમાં કૈલાશનગર વિસ્તારમાં પીએચસી દવાખાનું જર્જરિત બની જતાં નવું બિલ્ડિંગ બનાવાયું છે અને ત્યાં સારવાર પણ શરૂ કરી દેવાઈ છે. જો કે, હજુ પણ જૂનુ જર્જરિત દવાખાનાનું બાંધકામ ઊભું છે. આ જૂનુ બાંધકામને કારણે દવાખાને આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.
આ ઉપરાંત તે જર્જરિત હોવાથી ચોમાસા પૂર્વે જ તેને પાડી દેવામાં આવે તેવી માગ ઉઠી છે. આટકોટમાં કૈલાશનગર વિસ્તારમાં નવું પીએચસી દવાખાનું બની ગયું છે પણ તેની આડું જુનું પીએચસી દવાખાનું છે તેને પાડવામાં આવ્યું નથી, જેને લઇ દવાખાને જતા દર્દીને નવું દવાખાનું શોધવું પડે છે ત્યારે હવે નવું દવાખાનું લાખોના ખર્ચે બન્યું છે તો આગળ આ જૂના દવાખાને પાડવામાં આવે તેવી માંગણી ઉઠી છે.
નવા દવાખાના આગળ આ જૂનું દવાખાનુ આવતું હોય જેને લઇ દર્દીઓ પરેશાન થતા હોય છે. બીજી તરફ જૂના દવાખાનામાં રાત્રિના આવારા તત્ત્વો પડ્યા પાથર્યા રહેતા હોવાની પણ રાવ ઉઠી છે. જો આ જૂનુ બિલ્ડિંગ પાડી દેવામાં આવે તો દર્દીઓને હાલાકી ન રહે અને જે આવારા તત્ત્વોનો અડ્ડો બની ગયો છે તે પણ દૂર થાય. તેથી વહેલામાં વહેલી તકે આ દવાખાનું પાડી દેવામાં આવે તેવી માંગણી ઉઠી છે.