ન્યુયોર્ક યુનિવર્સિટીમાંથી ભણ્યો, પણ બનવું તો છે હીરો!

બોલિવૂડ એક્ટર બોબી દેઓલે ખુલાસો કર્યો છે કે, તેના બંને પુત્રો આર્યમન અને ધરમ દેઓલ દાદા ધર્મેન્દ્રની લેગેસીને આગળ વધારવા માંગે છે. તેના બંને દીકરા બોલિવૂડમાં હીરો બનવા માંગે છે અને આ માટે પોતાને તૈયાર કરી રહ્યા છે.

ટીવી શો ‘આપ કી અદાલત’માં વાતચીત દરમિયાન બોબીએ જણાવ્યું કે, તે ઈચ્છતો હતો કે તેનો મોટો દીકરો અમેરિકામાં રહીને ફાઇનાન્સમાં કરિયર બનાવે. ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી ઓનર્સ કર્યું હોવા છતાં આર્યમને એક્ટિંગ પસંદ કરી.

બોબી દેઓલે જણાવ્યું કે, તેણે પોતાના મોટા દીકરા આર્યમનને ફાઇનાન્સનો અભ્યાસ કરાવ્યો હતો, જેથી તે ફિલ્મો સિવાય કોઈ અલગ કરિયર પસંદ કરી શકે. આર્યમને ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી સારા માર્ક્સ સાથે અભ્યાસ પૂરો કર્યો. બોબીને આશા હતી કે, આર્યમન અમેરિકામાં જ રહીને પોતાનું કરિયર બનાવશે અને તે પોતે તેને મળવા ત્યાં જશે.

પરંતુ આર્યમનના મનમાં એક્ટર બનવાની ઈચ્છા હતી. બોબીએ કહ્યું કે, ભલે કોઈ ડૉક્ટર હોય કે એન્જિનિયર, દરેકના દિલમાં ક્યાંક ને ક્યાંક એક્ટર બનવાની ચાહ હોય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *