RTOએ મે મહિનામાં હાઈવે પર ટ્રાફિક નિયમોના ભંગ બદલ 1871 કેસ કર્યાં,રુપિયા 50.98 લાખનો દંડ વસૂલ્યો

રાજકોટ RTO કચેરી દ્વારા છેલ્લા એક માસમાં હાઈવે પર ટ્રાફિક નિયમોના ભંગ બદલ મે મહિનામાં 1,871 કેસમાં રુપિયા 50.98 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.જેમાં અકસ્માતો માટે જવાબદાર બેફામ ઝડપે વાહન ચલાવવાના સૌથી વધુ 265 કેસ સામે આવ્યા છે.જેઓને રૂ.2.65 લાખનો દંડ કરવામાં આવ્યો છે.જ્યારે ઓવરલોડ બદલ સૌથી વધુ રૂ.20.92 લાખનો દંડ કરાયો છે.જેના 167 કેસ કરવામાં આવ્યા છે.

ઓવરસ્પીડે વાહન ચલાવતા 265 વાહન ચાલકો ઝડપાયા રાજકોટ આરટીઓ અધિકારી ઇન્દ્રજીત ટાંકે જણાવ્યું હતું કે, RTO કચેરી દ્વારા મે, 2026 દરમ્યાન હાઈવે ઉપરની વાહન ચેકીંગ કામગીરી દરમ્યાન ઓવરસ્પિડે વાહન ચલાવતા 265 વાહન ચાલકો ઝડપાયા હતા. જેને રૂ.2.65 લાખનો દંડ ફટકારવામાં આવેલ હતો. જયારે ભયજનક રીતે વાહન ચલાવતા 7 વાહન ચાલકો પકડાયા હતા, જેને રૂ.21 હજારનો દંડ કરાયો હતો.આ ઉપરાંત ઓવરલોડના 167 કેસોમાં રૂ.20.92 લાખના દંડની વસુલાત કરવામાં આવી હતી. જયારે બાકી ટેક્ષના 20 કેસોમાં પણ રૂ.3.22 લાખની વસુલાત કરવામાં આવી હતી અને ઓવર ડાયમેન્શનનાં 99 કેસોમાં રૂ.4.83 લાખનો દંડ કરાયો હતો.

ખાનગી કાર, વાન કે અન્ય વાહનોનો ઉપયોગ પરમિટ (વાહન ચલાવવાની સત્તાવાર મંજૂરી) વગર કોમર્શિયલ હેતુ (ભાડાપટ્ટે મુસાફરો કે માલ લઇ જવા) માટે કરવા બદલ કલેન્ડેનસ્ટાઈન ઓપરેશનના 14 કેસોમાં રૂ.1.40 લાખ વસુલાયા હતા. જ્યારે RUPD – SUPD ચેકીંગના 51 કેસોમાં રૂ.51 હજાર, રોંગલેન ડ્રાઈવીંગના 3 કેસોમાં રૂ.4500, રેડીયમ/રિફલેકટરનાં 183 કેસોમાં રૂ.1.83 લાખ, થર્ડ પાર્ટી વિમાના 107 કેસોમાં રૂ.2.14 લાખ પીયુસીના 235 કેસોમાં રૂ.1.17 લાખ મળી તંત્રએ જુદા જુદા નિયમ ભંગના કુલ 1871 કેસો કરી અને કુલ રૂ.50.98 લાખની વસુલાત કરવામાં આવી હતી. આ વાહન ચેકીંગ દરમ્યાન જીલ્લા આરટીઓ તંત્રએ ટ્રાફિક નિયમોનાં ભંગ બદલ 39 જેટલા વાહનો ડિટેઈન કરી કબ્જામાં લીધા હતા અને દંડ ભરી જવા વાહન ચાલકોને નોટીસો ફટકારવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *