રાજકોટ શહેરના સામા કાંઠા વિસ્તારમાં પરિણીતાને લગ્ન કરવાનું કહી કૌટુંબિક દિયરે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યો હતો. સાસરિયાના ત્રાસથી કંટાળેલી પરિણીતાને ભગાડી અમદાવાદ લઈ જઈ હોટેલમાં પણ હવસખોરે બે દિવસ સુધી પોતાની હવસ સંતોષી હતી. આ દરમિયાન પરિણીતા ગર્ભવતી પણ બની હતી. જે બાદ આ બાળક મારૂં છે કે નહિ તે કેમ ખબર પડે કહી હવસખોરે પરિણીતાને તરછોડી દીધી હતી. હાલ બી ડિવિઝન પોલીસે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પરિણીતાના વર્ષ 2021માં લગ્ન થયા હતા રાજકોટ શહેરના સંતકબીર રોડ પર માવતરે રહેતી પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં હવસખોર તરીકે કૌટુંબિક દિયરનું નામ આપી જણાવ્યું હતું કે, તેણીના લગ્ન વર્ષ 2021માં કુવાડવા રોડ પર રહેતા યુવાન સાથે જ્ઞાતીના રીત રિવાજ મુજબ થયા છે. તેઓને સંતાનમા એક દીકરી છે જેનો જન્મ પાંચ દિવસ પહેલા થયેલ છે. લગ્નના એક વર્ષ સુધી સાસરિયાએ સારી રીતે રાખી હતી.
બાદમાં સાસરીયા માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતા હતા. સાસુ નાની-નાની વાતમાં મેણા-ટોણા મારતા અને પતિને વિરૂદ્ધમાં ચડામણી કરતા જેથી પતિ મારકૂટ કરતા હતા જેના કારણે સતત તણાવમાં રહેવા લાગી હતી. પિયરમાં કોઇ દુ:ખી ન થાય એટલે કોઈને વાત કરી ન હતી.
લગ્ન બાદ પતિનો કૌટુંબિક ભાઈ અવારનવાર ઘરે આવતો હોય જેથી તેની સાથે ઓળખાણ થઇ હતી. દરમિયાન આરોપીએ એક દિવસ પૂછ્યું કે, ભાભી તમે કેમ રડો છો? જેથી તેને આખી વાત કરી હતી બાદ કહ્યું કે, ભાભી તમે ચિંતા ન કરો, હું તમારી સાથે છું. ત્યારબાદ મોબાઈલ નંબરની આપલે કરી હતી. જે પછી બન્ને વચ્ચે વોટ્સઅપમાં વાતચીત થતી હતી.
તે હંમેશા વિશ્વાસ અપાવતો અને કહેતો કે, હું તમારી સાથે છું અને તમારી સાથે કાયમ રહીશ. એક દિવસ તેણે કહ્યું કે, ભાભી તમે તમારા પતિને છોડી કેમ નથી દેતા? તો તેને કહ્યું કે, હું તેને છોડીને જાવ ક્યાં ત્યારે આરોપીએ કહ્યું કે, મને તમે ગમો છો અને તમે જો તમારા પતિને છોડી દેશો તો હું તમારી સાથે લગ્ન કરીશ.
બળજબરી પૂર્વક મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા સાસરિયાના ત્રાસથી કંટાળી ગઈ હતી અને આરોપીએ વિશ્વાસ આપ્યો હોવાથી તેને કહ્યું કે, તું મારી સાથે હોય તો આપણે લગ્ન કરી લેશું. બાદ 9 મહિના પહેલા એક દિવસ આરોપી ઘરે આવ્યો હતો. તે દિવસે ઘરે કોઇ હતું નહીં ત્યારે આરોપીએ શારીરિક સંબંધ બાંધવાની માગણી કરતાં તેને કહ્યું કે, આ વાત ખોટી છે આપણે લગ્ન કર્યા પછી શારીરિક સબંધ બાંધીશું.