નાગરિકોએ દસ્તાવેજ, બેંક વિગત કે OTP આપવાનો રહેશે નહીં

આટકોટમાં વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો આજથી પ્રારંભ થયો છે. આ કામગીરી 30 જૂન સુધી ચાલશે. આ દરમિયાન નાગરિકોએ વસ્તી ગણતરી કરનારને પોતાની ઓળખ કે રહેઠાણનો કોઈ પુરાવો, દસ્તાવેજ, બેંક વિગતો કે OTP આપવાનો રહેશે નહીં.

વસ્તી ગણતરીની આ કામગીરીમાં શિક્ષકો અને સુપરવાઇઝરો કાર્યરત થયા છે. ગામના સરપંચ પણ આ પ્રક્રિયામાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓ પોતાના ફાળવેલા વિસ્તારમાં હાઉસિંગ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સર ઓપરેશન અંતર્ગત ઘરોની ગણતરી કરશે.

દરેક પરિવારને આશરે 33 જેટલા નિર્ધારિત પ્રશ્નો પૂછવામાં આવશે. ગણતરી કરનાર પાસે તેમનું નિયત ઓળખપત્ર હશે, જેના આધારે તેઓ ઘરના મુખ્ય સભ્યને પ્રશ્નો પૂછી વિગતો ભરશે. નાગરિકોએ કોઈપણ સંજોગોમાં પોતાની અંગત માહિતી જેવી કે દસ્તાવેજો, બેંક વિગતો કે OTP શેર કરવાના નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *