રાજકોટમાં ગુજસીટોકનો ફરાર આરોપી ઝડપાયો

રાજકોટ શહેરમાં થોરાળા પોલીસ સ્ટેશનના ગુજસીટોક (ધી ગુજરાત કંન્ટ્રોલ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ)ના તથા અન્ય બે ગુન્હામાં નાસતા ફરતા આરોપી શામજી મકવાણાને રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપી થોરાળા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ત્રણ ગુનામાં ફરાર હતો અને આ અગાઉ તેની સામે 12 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. જેમાં મારામારી, રાયોટિંગ, દુષ્કર્મ તેમજ હથિયાર સબંધિત ગુનાઓનો સમાવેશ થાય છે. જેમાં થોરાળા પોલીસ સ્ટેશનમાં 9, ગાંધીગ્રામ – 2, મહિલા પોલીસ સ્ટેશન અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 1- 1 ગૂનો નોંધાયો છે.

કોપર વાયરની ચોરી કરતા 3 શખ્સો ઝડપાયા રાજકોટમાં ચોરાઉ કોપર વાયરના જથ્થા સાથે 3 શખ્સો ઝડપાયા છે. આજીડેમ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે રણુજા મંદીરની સામે લાપાસરી ગામ તરફ જતા રોડ પર રેડ પાડી હતી. જે દરમિયાન યાસીન હનીફભાઇ ચૌહાણ (ઉ.વ.18) અને કાયદાના સંધર્ષમાં આવેલા 2 બાળ કીશોરને ઝડપી પાડ્યા હતા. ત્રણેય શખ્સોએ શીતલ પાર્ક પાસે નવી બની રહેલી હોસ્પિટલ પાસેથી કોપર વાયરની ચોરી કરી હોવાની કબુલાત આપેલી છે. પોલીસે તેમની પાસેથી રૂ.50,400 ની કિંમતના 33 કિલો કોપર વાયર, રૂ.1.50 લાખની રિક્ષા તેમજ રૂ.40 હજારનું એક્ટિવા કબજે કર્યું હતું.

શહેરના સંત કબીર રોડ ઉપર રહેતો અને પ્રાઇવેટ નોકરી કરતો વિજય લોહ ગત તા.26 ઓગસ્ટના સિવિલ હોસ્પિટલ ચોક સામે આવેલા sbi ના એટીએમમાં નાણા જમા કરાવવા માટે ગયા હતા ત્યારે અમરેલીના શીતલ ગામમાં રહેતો સંદીપ આલગીયા ત્યાં આવ્યો હતો અને કહ્યું હતું કે મારે રૂપિયા 25,000 ઉપાડવાના છે. જો તમારી પાસે રોકડા હોય તો આપો હું તમને ફોન પે ના સ્કેનર પરથી કરી આપું. જેથી યુવાને તે શખ્સને રોકડ રૂપિયા આપ્યા હતા પરંતુ ત્યારબાદ તે શખ્સે નાણા ન આપતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગૂનો દાખલ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.

દંપતીએ ઇમિટેશનના દાગીના લઈ રૂ.85 હજાર ન આપ્યા શહેરના પેડક રોડ ઉપર ઇમિટેશનનો વ્યવસાય કરતા સંજય સોલંકીએ બી ડિવિઝન પોલીસ મથકમાં નિકુલ ચાંડેગરા અને તેના પત્ની વિશ્વાબેન સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, 18 મે ના બંને રૂ.85 હજારની કિંમતના 12.910 ગ્રામ ઇમિટેશનના માઇક્રો ગોલ્ડ પ્લેટિંગ દાગીના લઈ ગયા હતા અને ત્યારબાદ તેના નાણા પરત આપ્યા ન હતા. જેથી પોલીસે દંપતિ સામે ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *