મોરબીમાં 2 કરોડના દારૂના ગુનામાં ફરાર શખ્સનો ગુનાહિત ઇતિહાસ ખૂલ્યો

રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્રએ એક મોટી સફળતા મેળવી છે. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલ ₹2 કરોડના વિદેશી ઇંગ્લીશ દારૂના ગુન્હામાં લાંબા સમયથી નાસતા-ફરતા અને અગાઉ હત્યા તેમજ હત્યાની કોશિશ જેવા ગંભીર ગુન્હાઓમાં સંડોવાયેલા રીઢા ગુનેગારને રાજકોટ રેન્જ આઇજી કચેરીની ટીમે ચોટીલા ખાતેથી દબોચી લીધો છે.

રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય દ્વારા રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગુન્હાઓ આચરીને નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત મળેલી ચોક્કસ બાતમીના આધારે, મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના પ્રોહિબિશન કેસના નાસતા-ફરતા આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા (રહે. સતીષા પીરની દરગાહની બાજુમાં, જામનગર) ને ચોટીલામાં આવેલી લાલા રઘુવંશી હોટલની બાજુમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. ધરપકડ બાદ આરોપીને સુરેન્દ્રનગરના ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ: કુલ 19 ગુન્હાઓ દાખલ પકડાયેલો આરોપી હિતેશ ઉર્ફે વાંગો કોઈ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ તેનો મોટો ગુનાહિત ઇતિહાસ છે. તેની સામે અત્યાર સુધીમાં કુલ 19 જેટલા ગંભીર ગુન્હાઓ નોંધાઈ ચૂક્યા છે, જેની વિગત નીચે મુજબ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *