કૈલાશ નગર સ્થિત સ્વામિનારાયણ મંદિરે હરી જયંતી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વહેલી સવારથી જ હરિભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.મંદિરને આકર્ષક ફૂલો અને લાઈટિંગથી શણગારવામાં આવ્યું હતું. હરી જયંતી નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પંચામૃતથી અભિષેક કરાયો હતો.
દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડનો ઉપયોગ કરીને ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો હતો. અભિષેક બાદ વિશેષ આરતી અને પૂજન પણ કરાયું હતું.કાર્યક્રમ દરમિયાન સંતો અને વક્તાઓએ હરી જયંતીનું મહત્વ સમજાવ્યું હતું. ભજન-કીર્તન દ્વારા વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
મોટી સંખ્યામાં હરિભક્તોએ ઉપસ્થિત રહી ધર્મલાભ લીધો હતો. કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.