ધોરાજી વોર્ડ 5ના સ્થાનિકોને સુવિધા મળશે

ધોરાજી નગરપાલિકાના વોર્ડ નંબર 5માં 23 લાખ રૂપિયાના ખર્ચે આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ રોડ રોકડિયા હનુમાનથી રવિ પાન સુધી બનાવવામાં આવશે.

આ પ્રોજેક્ટથી સ્થાનિક રહેવાસીઓને અવરજવરમાં મોટી સુવિધા મળશે અને લાંબા સમયથી ચાલી આવતી રસ્તાની સમસ્યાનો અંત આવશે

ખાતમુહૂર્ત પ્રસંગે વોર્ડ નંબર 5ના સુધરાઈ સભ્યો વિજયભાઈ અંટાળા, વિઠ્ઠલભાઈ હિરપરા, કેતનભાઈ મેઘનાથી, સુરેશભાઈ લીમડ સહિત અનેક સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *