રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં જુનાગઢ રોડ પર કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી.
ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી, જેના પગલે એમ્બ્યુલન્સ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી.
108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્ત બંને વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ તેમને ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવારની જરૂર જણાતા, બંને ઇજાગ્રસ્તોને જૂનાગઢ ખાતે રિફર કરવામાં આવ્યા છે.
અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.