આ સીઝનમાં રાજસ્થાનની સતત ત્રીજી હાર

દિલ્હી કેપિટલ્સે રવિવારની બીજી મેચમાં રાજસ્થાન રોયલ્સને 5 વિકેટથી હરાવ્યું છે. નવી દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રાજસ્થાને ટૉસ હારતા પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 193 રન બનાવ્યા હતા. દિલ્હીએ 194 રનનો ટાર્ગેટ 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો.

રાજસ્થાનની આ સતત ત્રીજી હાર હતી. આ પરાજય પછી રાજસ્થાનની પ્લેઑફમાં પહોંચવાની રાહ વધુ લાંબી થઈ ગઈ છે, તો બીજી તરફ દિલ્હીની આશા હજુ પણ જીવંત છે.

રાહુલ-પોરેલની ફિફ્ટી, કેપ્ટન અક્ષર અને આશુતોષે મેચની ફિનિશ કરી

DC માટે ટીમની ઓપનિંગ જોરદાર રહી હતી. અભિષેક પોરેલ અને કેએલ રાહુલ વચ્ચે પહેલી વિકેટ માટે 105 રનની પાર્ટનરશીપ થઈ હતી. અભિષેકે 31 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી. જ્યારે કેએલ રાહુલ 42 બોલમાં 56 રન બનાવ્યા હતા. વચ્ચે વિકેટો પડી હતી. પણ કેપ્ટન અક્ષર પટેલે રન બનાવતા ટીમને જીતની નજીક પહોંચાડી. તેણે 17 બોલમાં નોટઆઉટ 34 રન બનાવ્યા. જ્યારે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ઉતરેલા આશુતોષ શર્માએ 5 બોલમાં નોટઆઉટ 18 રન ફટકાર્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *