કોંગ્રેસ નેતા વી.ડી. સતીશન (61) આજે કેરળના મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેઓ સતત 6 વખતથી પારાવુર બેઠક પરથી ધારાસભ્ય છે. તેમની સાથે 21 મંત્રીઓની આખી કેબિનેટ પણ શપથ લેશે.
સમારોહ તિરુવનંતપુરમના સેન્ટ્રલ સ્ટેડિયમમાં સવારે 10 વાગ્યાથી યોજાશે. કાર્યક્રમમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હાજર રહેશે. વિદેશમાં હોવાને કારણે શશિ થરૂર નહીં આવે.
UDFએ 140માંથી 102 બેઠકો જીતી
રાજ્યમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF)ની સરકાર બની છે. વિધાનસભા ચૂંટણીમાં UDF એ 140માંથી 102 બેઠકો જીતી છે. UDF એ રાજ્યમાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) ના 10 વર્ષના શાસનનો અંત લાવ્યો છે. કોંગ્રેસે સૌથી વધુ 63 બેઠકો જીતી.