PM મોદીને સ્વીડને સર્વોચ્ચ સન્માન આપ્યું

પીએમ મોદીને સ્વીડનમાં ‘રોયલ ઓર્ડર ઓફ પોલર સ્ટાર કમાન્ડર ગ્રાન્ડ ક્રોસ’ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ કોઈપણ દેશના વડાપ્રધાન કે સરકારના વડાને આપવામાં આવતું સ્વીડનનું સર્વોચ્ચ સન્માન છે.

ગોથેનબર્ગ શહેરમાં રવિવારે આયોજિત કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીને આ સન્માન પ્રદાન કરવામાં આવ્યું. આ પ્રસંગે સ્વીડનના વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસન સહિત અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. આ મોદીને મળેલું 31મું આંતરરાષ્ટ્રીય સન્માન છે.

મોદી 8 વર્ષ પછી સ્વીડન પહોંચ્યા છે. આ પહેલા તેમણે 2018માં સ્વીડનની મુલાકાત લીધી હતી. પીએમ મોદીનું વિમાન જેવું સ્વીડનની સરહદમાં પહોંચ્યું, સ્વીડિશ ફાઈટર જેટ્સે તેને સુરક્ષા આપતા એસ્કોર્ટ કર્યું. સ્વીડનના વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસન પીએમ મોદીને રિસીવ કરવા ગોથેનબર્ગ એરપોર્ટ પર પહોંચ્યા હતા.

આ દરમિયાન વેપાર, ટેકનોલોજી, સંરક્ષણ અને ગ્રીન એનર્જી જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. બંને દેશો વચ્ચે અનેક મહત્વપૂર્ણ કરારોની પણ અપેક્ષા છે. સ્વીડન પ્રવાસ દરમિયાન પીએમ મોદી ભારતીય સમુદાયના લોકો સાથે પણ મુલાકાત કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *