જેતપુરમાં મહિલા વકીલ પર પૂર્વ પતિના માતા, બહેનોનો હુમલો

જેતપુર કોર્ટમાં વકિલાત કરતી મહિલા તેની ઓફિસમાં બેઠી હતી ત્યારે તેણીએ ત્રણ મહિના પૂર્વે જેની સાથે છૂટાછેડા લઈ લીધા હતા તે યુવકની માતા, બહેનો અને પત્નીએ ત્યાં આવી ગાળાગાળી કરી , માર મારી મારી નાખવાની ધમકી આપી હતી.

દાસીજીવણ પરા વિસ્તારમાં રહેતી અને વકિલાત કરતી જ્યોતિ મકવાણાએ ગોંડલ દરવાજા વિસ્તારમાં રહેતા કરણ ઉર્ફે ભૂરો અશોકભાઈ પરમાર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને ત્રણ મહિના પૂર્વે છૂટાછેડા પણ લઈ લીધા હતાં. આ વાતનો ખાર રાખી જ્યોતિબેન પોતાની ઓફિસે બેઠા હતા

ત્યારે કરણની બહેનો રાજલ અને ચેતના ત્યાં આવ્યા હતા અને તેં જ મારા ભાઈની જીંદગી બરબાદ કરી નાખી છે તેમ કહી ગાળાગાળી કરી હતી અને એટલી વારમાં કરણના માતા હંસાબેન અને તેની પત્ની મનીષા પણ ત્યાં આવ્યા હતા અને તમામે જ્યોતિને માર માર્યો હતો.દરમિયાન આસપાસના લોકોએ દેકારો સાંભળી જ્યોતિને છોડાવી હતી . બાદમાં તેમણે ચારેય મહિલા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *