રામદેવ ડાંગરે સાગરીતને આપેલ દેશી બનાવટની પિસ્તોલ મળી આવતા અલગ ગુનો નોંધાયો

રાજકોટ શહેરના જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં ગત શનિવારના રોજ થયેલ ફાયરિંગ કેસ બાદ પોલીસ તપાસ દરમિયાન આરોપી રામદેવ ડાંગરના બે હથિયાર તેના બે સાગરીતો પાસેથી મળી આવતા રિમાન્ડ દરમિયાન તેના પાસેથી વધુ એક દેશી બનાવટની પિસ્તોલ મળી આવતા તેને કબ્જે કરી કુલદિપસિંહ જાડેજા વિરુધ્ધ અલગથી ગુનો નોંધી એ હથિયારના સપ્લાયર તરીકે રામદેવ ડાંગરનું નામ ખુલતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ફાયરિંગ કેસમાં પોલીસે અત્યાર સુઘી ચાર આરોપીની ધરપકડ કરી ત્રણ ગેરકાયદે હથિયાર અને એક પરવાના વાળું મળી કુલ 4 હથિયાર કબ્જે કરવામાં આવ્યા છે. જયારે રામદેવ ડાંગરને ગેરકાયદે હથિયાર નામચીન ભરત કુગશીયાએ આપ્યાની કબૂલાત આપતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

લાઇન બોય દિવ્યરાજસિંહ સરવૈયાએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યા’તા

રાજકોટ શહેરના જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં જેમકો સેલ્સ એન્ડ સર્વિસ સ્ટેશન ખાતે શનિવારે સાંજે પૈસાની લેતી દેતીમાં થયેલી તકરાર બાદ બલી ડાંગરના સાગરીત રામદેવ ડાંગર ઉપર લાઇન બોય દિવ્યરાજસિંહ સરવૈયાએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા જોકે તેમાં કોઈને ઈજા પહોંચી ન હતી અને ઘટના બાદ બંનેપક્ષોએ સમાધાન કરી લેતા ગાંધીગ્રામ પોલીસે સરકાર તરફે ફરિયાદી બની ખૂનની કોશિશ, આર્મ્સ સેટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી રામદેવ ડાંગર અને દિવ્યરાજસિંહ સરવૈયાની રવિવારે ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *