સિંગર જસપિન્દર નરુલાએ શ્રીદેવી સ્ટારર ફિલ્મ ‘જુદાઈ’ના ગીત ‘મુઝે એક પલ ચૈન ના આયે’થી બોલિવૂડમાં ઓળખ બનાવી હતી. તાજેતરમાં જ સિંગરે જણાવ્યું કે, ગીતના રેકોર્ડિંગ દરમિયાન જ મોના કપૂર (અર્જુન કપૂરના માતા)ને શ્રીદેવી અને પતિ બોની કપૂરના સંબંધો વિશે જાણ થઈ હતી, જેના પછી તે સ્ટુડિયોની બહાર રડી રહી હતી.
આ ફિલ્મમાં શ્રીદેવી, અનિલ કપૂર અને ઉર્મિલા માતોંડકર જોવા મળ્યાં હતાં. ફિલ્મને બોની કપૂરે પ્રોડ્યુસ કરી હતી.
તાજેતરમાં જ ‘બોલિવૂડ ઠિકાના’ને આપેલા ઇન્ટરવ્યુમાં જસપિન્દર નરુલાએ જણાવ્યું કે, બાદમાં જ્યારે તેમની બોની કપૂરની પહેલી પત્ની મોના કપૂર સાથે મિત્રતા થઈ, ત્યારે તેમને તે સમયની ઘણી વાતો જાણવા મળી.
જસપિન્દરે જણાવ્યું, ‘મોના કપૂરે મને કહ્યું હતું કે, તું અંદર ગીત ગાઈ રહી હતી અને હું સુપર સાઉન્ડ સ્ટુડિયોની સીડીઓ પર બેસીને રડી રહી હતી. તે જ સમયે મને બધી જ ખબર પડી હતી.’