રાજકોટ શહેરમાં ઉનાળામાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે તાવ, ઝાડા-ઉલ્ટીના દર્દીઓ વધ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં મેલેરિયાના કેસ કેસ ઉપરાંત તાવના 758 અને ઝાડા-ઉલટીના 384 કેસ નોંધાયા છે. આ ઉપરાંત મનપા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી વહિવટી તંત્રને રૂ.6.50 કરોડમાં પડી છે, જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NET પરીક્ષાના તાલીમ વર્ગો 26 મેથી શરૂ થશે.
અઠવાડિયામાં મેલેરિયાનો 1, શરદી-ઉધરસના 648, તાવના 758 કેસ રાજકોટ મહાનગરપાલિકાના ચોપડે છેલ્લા એક અઠવાડિયામાં મચ્છરજન્ય રોગચાળામાં મેલેરિયાનો એક કેસ નોંધાયો છે. જ્યારે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો એક પણ કેસ નોંધાયો નથી. જોકે વર્ષ 2026માં અત્યારસુધીમાં ડેન્ગ્યુના 13, મેલેરિયાના 3 અને ચિકનગુનિયાનો એક કેસ સામે આવેલો છે. આ ઉપરાંત છેલ્લા એક આઠ અઠવાડિયામાં શરદી-ઉધરસના 648 કેસ, સામાન્ય તાવના 758, ઝાડા-ઉલટીના 384, ટાઈફોઈડ તાવનો 1 તો કમળો તાવના 2 કેસ નોંધાયા છે. જ્યારે ચાલુ વર્ષે શરદી-ઉધરસના 15232 કેસ, સામાન્ય તાવના 13131, ઝાડા-ઉલટીના 4623, ટાઈફોઈડ તાવના 10 તો કમળો તાવના 22 કેસ નોંધાઈ ચૂક્યા છે.
કોર્પોરેશન દ્વારા વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા. 4થી 10 મે દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ 30358 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 252 ઘરોમાં ફોગીંગ કરવામાં આવેલું છે. ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે રહેણાક સિવાય અન્ય 709 પ્રીમાઇસીસનો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 267 અને કોર્મશિયલ 38 આસામીને નોટિસ આ૫વામાં આવી છે.