ગુજરાતમાં આગામી ચાર દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે.અમદાવાદ સહિતના અનેક શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રી પહોંચવાની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જ્યારે 12 શહેરોમાં યલો એલર્ટ જાહેર કરાયું હતું.
આજે દિવસભર નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો, સુરેન્દ્રનગરમાં હાઈએસ્ટ 45.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ, ગાંધીનગર, કંડલા એરપોર્ટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 44 ડિગ્રી પાર પહોંચ્યો હતો.
સુરતમાં આજે સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો અને હિટવેવ અનુભવાઈ. સુરતમાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું. જે સામાન્ય કરતા 6.8 ડિગ્રી નોંધાયું છે.