આંગણવાડી કર્મીની સાડી ખેંચી જાહેરમાં છેડતી

રાજકોટ શહેરમાં વધુ એક છેડતીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી આંગણવાડી કર્મીની જાહેરમાં સાડી ખેંચી છેડતી થયાનો બનાવ સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. હાલ થોરાળા પોલીસે મયુર ખીમસુરીયા, જયદીપ ખીમસુરીયા અને જયુ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

‘તું મારુ કશું બગાડી નહીં શકે’ રાજકોટમાં રહેતી 24 વર્ષીય પરિણીતાએ થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજના 7 વાગ્યાની આસપાસ તે પોતે એક્ટિવા લઈને ઘરેથી વિજયનગરમાં આવેલી ફ્લોરમીલ ખાતે દરણું દળાવવા માટે જતી હતી. દરમિયાન શેરીના ખુણે પહોંચતા એક્ટિવાનું હોર્ન મારતા ત્યાં આગળ ઉભા રહેલા મયુર ખીમસુરીયા, જયદીપ ખીમસુરીયા તથા જયુ ચાવડા હાજર હતા જેમાથી મયુર ખીમસુરીયા કહેવા લાગ્યો કે, તે મારા વિરૂદ્ધ 5 દિવસ અગાઉ થોરાળા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે પણ તું મારુ કશું બગાડી નહીં શકે તેમ કહી ગાળો આપવા લાગ્યો હતો અને તેની સાથે રહેલા જયદીપ ખીમસુરીયા અને જયુ ચાવડા પણ ગાળો આપવા લાગ્યા હતાં.

મયુર ખીમસુરીયાએ સાડી ખેંચી આ દરમિયાન મયુર ખીમસુરીયાએ સાડી ખેંચી જેથી પરિણીતાએ મોટા અવાજે રાડા રાડી કરવા લાગતા મયુરએ સાડી મુકી દીધી હતી અને ત્રણેય આરોપી ત્યાંથી ભાગીને જતા રહ્યા હતાં. જે બાદ તુરંત 112 જનરક્ષકમાં ફોન કરતા પોલીસ આવી જતા બનાવ અંગે હકીકત જણાવી થોરાળા પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરૂદ્ધ છેડતી અંગેની ફરીયાદ નોંધાવી હતી. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *