કમલમમાં ઝાલમુરી ઝાપટીને ભાજપ નેતાઓની ઉજવણી

પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોમાં ભાજપ જીત તરફ જણાતા ગુજરાતના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપના નેતાઓએ પશ્ચિમ બંગાળની પ્રખ્યાત વાનગી ઝાલમુરી ઝાપટીને અનોખી રીતે જીતની ઉજવણી કરી છે. વડોદરામાં યુવાનોએ મમતાના ફોટાને પગથી કચડ્યા હતાં.

અમદાવાદના સીજી રોડ પરના ફેમસ કોલકાતા ચાટ નામના ઝાલમુરી બનાવનાર વ્યક્તિને ગાંધીનગર કમલમ ખાતે બોલાવવામાં આવ્યો હતો. રાજ્યના CM ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ઝાલમુરી ખાધી હતી..

જીતની ખુશીમાં વિશ્વકર્માએ કહ્યું- રવિન્દ્રનાથ ટાગોરે વંદે માતરમ ગીતની રચના કરી જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદિશ વિશ્વકર્માએ જીતની ખુશીમાં ઝીભ લપશીને ભાંગરો વાટતા કહ્યું કે, રવિન્દ્રનાથ ટાગોરે વંદે માતરમ ગીતની રચના કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ભારતના રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ના રચયિતા પ્રખ્યાત બંગાળી લેખક અને કવિ બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય (ચેટર્જી)છે. તેને આ ગીત 1870ના દાયકામાં રચ્યું હતું અને તે મૂળરૂપે 1882માં તેમની પ્રસિદ્ધ નવલકથા ‘આનંદમઠ’માં પ્રકાશિત થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *