ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે કચ્છમાં કમોસમી વરસાદ

ગુજરાતમાં મે મહિનાની શરૂઆત સાથે જ સૂર્યનારાયણ પ્રકોપ વરસાવી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ શહેરોમાં તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાતા નાગરિકોને અસહ્ય ગરમીમાંથી આંશિક રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશન સહિતની ત્રણ સક્રિય સિસ્ટમોને કારણે પવનની દિશા બદલાઈ છે, જેના પરિણામે આગામી દિવસોમાં હજુ પણ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ ઉકળાટ અને બફારો યથાવત રહેશે.

ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે કચ્છમાં કમોસમી વરસાદ હવામાન વિભાગ દ્વારા કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે 4મે સોમવારે સાંજના અરસામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. કચ્છના ભચાઉ તાલુકાના ગામડાઓ કડોલ, મનફરા, ખારોઈ, લાખાવટ, ચોબારી સહિતના ગામોમાં આજે સોમવારે સાંજના અરસામાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે દિવસે કમોસમી વરસાદ થયો હતો.

ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સતત વરસી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા. જ્યારે ખેડૂતોના પાક તલ, જુવાર, ઇસબગુલ , એરંડા, મગ, બાજરી સહિતના વિવિધ પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

પાંચ શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું જોકે, હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક એટલે કે રાત્રિના 9 વાગ્યા સુધી ભાવનગર, રાજકોટ, બોટાદ અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ વિસ્તારોમાં પવનની સ્પીડ 40 કિમી પ્રતિ કલાકની ઝડપે રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *