જાડેજાના ઓલરાઉન્ડ પરફોર્મન્સના કારણે રાજસ્થાન જીત્યું

રાજસ્થાન રોયલ્સે IPL 2026માં પાંચમી જીત મેળવતા લખનઉ સુપર જાયન્ટ્સને 40 રનથી હરાવ્યું. એકાના સ્ટેડિયમમાં રાજસ્થાને પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ પર 159 રન બનાવ્યા હતા.

જવાબમાં લખનઉની ટીમ 18 ઓવરમાં 119 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી મિચેલ માર્શે ફિફ્ટી (55 રન) ચોક્કસ ફટકારી હતી, પરંતુ તેને અન્ય બેટર્સનો સાથ મળ્યો ન હતો. કેપ્ટન રિષભ પંત, આયુષ બદોની અને એડન માર્કરમ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા.

રાજસ્થાન તરફથી રવીન્દ્ર જાડેજાએ ઓલરાઉન્ડ પ્રદર્શન કરતા અણનમ 43 રન બનાવ્યા અને નિકોલસ પૂરનની મહત્વની વિકેટ પણ ઝડપી હતી.

પહેલી બેટિંગ કરી રહેલી રાજસ્થાનની શરૂઆત સારી રહી નહોતી. 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી માત્ર 8 રન બનાવીને આઉટ થયો હતો. તેને મોહસિન ખાને દિગ્વેશ રાઠીના હાથે કેચ કરાવ્યો હતો. લખનઉ તરફથી બોલિંગમાં મોહમ્મદ શમી, મોહસિન ખાન અને પ્રિન્સ યાદવે 2-2 વિકેટ ઝડપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *