છેલ્લી ઘડીએ ઉમેદવારો બદલવા ભાજપની વર્ષો જુની પરંપરા

રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના માહોલ વચ્ચે ટિકિટ ફાળવણીના વિવાદોએ ફરી એકવાર જોર પકડ્યું છે. ઉમેદવારોની જાહેરાત બાદ વોર્ડ નં. 7માં જે રીતે શિક્ષણશાસ્ત્રી શૈલેશ જાનીનું પત્તું છેલ્લી ઘડીએ કાપીને ડો. નેહલ શુકલને મેદાનમાં ઉતારવામાં આવ્યા, તેનાથી ભાજપની જૂની કાર્યપદ્ધતિ ફરી ચર્ચામાં આવી છે.

ભાજપમાં છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચાવવા અથવા ઉમેદવાર બદલવા કોઈ નવી વાત નથી, પરંતુ આ વખતે જે રીતે શૈલેશ જાનીને વિજય વિશ્વાસ સંમેલનમાં મંચ પરથી નીચે ઉતારી દેવાયા તેણે રાજકીય આલમમાં ભારે ગરમાવો લાવી દીધો છે. ઘટનાએ 1992ની ઐતિહાસિક ચૂંટણી અને 2015ના આંતરિક વિખવાદની યાદો તાજી કરી દીધી છે.

વર્ષ 1992માં જ્યારે રાજકોટ મહાપાલિકાની ચૂંટણી યોજાઈ ત્યારે ભાજપમાં બે દિગ્ગજ નેતાઓ વચ્ચે ભારે ગજગ્રાહ ચાલતો હતો. એક તરફ ભાજપના ભીષ્મ પિતામહ ગણાતા ચિમનભાઈ શુકલ હતા અને બીજી તરફ પૂર્વ સાંસદ શિવલાલભાઈ વેકરિયાનું જૂથ હતું. તે સમયે ચિમનભાઈ શુકલનું વર્ચસ્વ એટલું પ્રબળ હતું કે તેમનો આદેશ પથ્થરની લકીર માનવામાં આવતો. ચૂંટણી સમયે જ્યારે ઉમેદવારોના ફોર્મ ભરાઈ ગયા હતા, ત્યારે ચિમનભાઈ શુકલને એવી આશંકા જાગી હતી કે પસંદ કરાયેલા ઉમેદવારો શિવલાલ વેકરિયાના જૂથના છે અને તેઓ ભવિષ્યમાં પક્ષ સામે બળવો કરી શકે છે અથવા વેકરિયાની તરફેણમાં જઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *