AIIMSમાં 8.57 લાખ દર્દીઓની સારવાર

દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ 13 એપ્રિલે રાજકોટમાં ગુજરાતની પ્રથમ AIIMS ના પ્રથમ પદવીદાન સમારોહમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવાના છે. અહીં OPD અને IPD ની આધુનિક સુવિધા ઉપલબ્ધ છે. અહીં છેલ્લા 5 વર્ષમાં 8.57 લાખ દર્દીઓએ સારવાર મેળવી છે. જ્યારે 23147 ઈમરજન્સી કેસો તો 11,589 દર્દીઓ ઈન પેશન્ટ તરીકે દાખલ થયેલા છે. જ્યારે વાર્ષિક સર્જરી 2000 આસપાસ થઈ રહી છે. અહીં 22 સ્પેશિયાલિટી અને 6 સુપર સ્પેશિયાલિટી વિભાગ કાર્યરત છે. અહીં 24 કલાક ઇમરજન્સી અને ટ્રોમા સેવાઓની સાથે મોડ્યુલર ઓપરેશન થિયેટરો અને ICU છે.

રાષ્ટ્રપતિજી દ્રૌપદી મુર્મુ તા.13 એપ્રિલના સોમવારે રાજકોટ આવી રહ્યા છે. તેઓ ગુજરાતની સૌપ્રથમ એઇમ્સમાં યોજાનાર પ્રથમ પદવીદાન સમારોહ માટે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ બપોરે 3 કલાકે રાજકોટ હીરાસર એરપોર્ટ પર આવશે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફત સીધા એઇમ્સ પહોંચશે. આ ઉપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ હાજર રહેશે. 50 વિદ્યાર્થીઓને MBBS સ્નાતક ડિગ્રી અપાશે. જેમાંથી 10ને ગોલ્ડ મેડલ મળશે. નોંધનીય છે કે, 25 ફેબ્રુઆરી 2024ના રાજકોટ એઇમ્સનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરાયું હતું.

રાજકોટ AIIMSમાં 22 સ્પેશિયાલિટી અને 6 સુપર સ્પેશિયાલિટી વિભાગ, અદ્યતન નિદાન અને સારવાર સુવિધાઓ સાથે IPD અને OPD સેવાઓ કાર્યરત છે. આ ઉપરાંત⁠ ⁠આયુષ બ્લોક ખાતે આયુર્વેદ OPD, અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો ઓફર કરતો શૈક્ષણિક બ્લોક છે. જેમાં 81 ફેકલ્ટી સભ્યો, 5 શૈક્ષણિક વરિષ્ઠ નિવાસી, 70 ⁠બિન-શૈક્ષણિક વરિષ્ઠ નિવાસી, ⁠84 શૈક્ષણિક જુનિયર નિવાસી, 28 બિન-શૈક્ષણિક જુનિયર નિવાસી, 419 ⁠નર્સિંગ અધિકારીઓ, 51 ⁠બિન-ફેકલ્ટી (ટેકનિશિયન અને કારકુની) છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *