રાશિફળ : ૧૧/૦૪/૨૦૨૬

મેષ

Four of Cups

આજનો દિવસ આત્મચિંતન અને થોડી ઉદાસીનો રહેશે. પરિવારમાં સુખ-સુવિધાઓ હોવા છતાં તમે માનસિક રીતે એકલા અનુભવશો.

કરિયર: નવી જવાબદારીઓ સામે આવી શકે છે, પરંતુ ઉત્સાહનો અભાવ રહેશે. નોકરીની શોધમાં રહેલા લોકોએ નિર્ણય લેવામાં ઉતાવળ કરવી પડશે.

લવ: પાર્ટનર સાથેના સંબંધોમાં અંતર અનુભવાય. વાતચીતમાં ઠંડાપણું આવી શકે છે.

સ્વાસ્થ્યઃ આળસ અને ભૂખ ઓછી લાગવી અથવા ઊંઘની સમસ્યાથી થાક અનુભવાશે.

લકી રંગ: જાંબલી

લકી નંબર: 1


વૃષભ

King of Wands

આજનો દિવસ નેતૃત્વ અને નવી પ્રેરણાથી ભરેલો રહેશે. પરિવારમાં તમારા મંતવ્યોને મહત્વ મળશે.

કરિયર: કાર્યસ્થળ પર તમારી દૂરદ્રષ્ટિ કામ આવશે. એડમિનિસ્ટ્રેશન ક્ષેત્રના લોકોને સન્માન મળશે. પ્રમોશનની પ્રબળ શક્યતા છે.

લવ: પાર્ટનર તમારી સમજદારીથી પ્રભાવિત થશે. લગ્નજીવનમાં સ્થિરતા રહેશે.

સ્વાસ્થ્યઃ બ્લડ પ્રેશર કે સ્ટ્રેસના દર્દીઓએ આરામ પર ધ્યાન આપવું.

લકી રંગ: નારંગી

લકી નંબર: 9


મિથુન

Nine of Pentacles

આત્મનિર્ભરતા અને સફળતાનો દિવસ છે. આર્થિક દ્રષ્ટિએ રોકાણ માટે ઉત્તમ સમય છે.

કરિયર: ફ્રીલાન્સર્સ અને ઉદ્યોગસાહસિકોને વિશેષ સફળતા મળશે. ઓફિસમાં તમારી કાર્યશૈલી બીજા માટે પ્રેરણારૂપ બનશે.

લવ: સંબંધોમાં મેચ્યોરિટી આવશે. જૂના કડવા સંબંધોમાંથી બહાર આવી તમે નવો દ્રષ્ટિકોણ અપનાવશો.

સ્વાસ્થ્યઃ બ્લડ સુગર કે થાઈરોઈડના દર્દીઓએ સાવચેત રહેવું. યોગ અને સંગીતથી લાભ થશે.

લકી રંગ: પીળો

લકી નંબર: 3


કર્ક

Nine of Swords

આજે કારણ વગરની ચિંતા અને માનસિક અસ્વસ્થતા રહી શકે છે. જૂની વાતોને કારણે તણાવ વધશે.

કરિયર: કાર્યસ્થળ પર ટીકાનો ડર રહેશે. વધુ પડતા વિચારોથી તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો થઈ શકે છે.

લવ: ભૂતકાળની કડવી યાદો મન પર હાવી રહેશે. પાર્ટનર સાથેના સંબંધો સુધારવા માટે ક્ષમાભાવ રાખવો જરૂરી છે.

સ્વાસ્થ્યઃ મેડિટેશન કરવાથી માનસિક સ્થિતિમાં સુધારો થશે.

લકી રંગ: સ્લેટી

લકી નંબર: 4


સિંહ

Knight of Cups

આજનો દિવસ ભાવનાત્મક પ્રસ્તાવ અને સૌમ્ય સંવાદથી ભરેલો રહેશે. પરિવારમાં મધુરતા વધશે.

કરિયર: આર્ટ, ડિઝાઇન કે કાઉન્સેલિંગ ક્ષેત્રના લોકો માટે દિવસ લાભદાયક છે. નવી નોકરીની તકો મળી શકે છે.

લવ: રોમાન્સ માટે સારો દિવસ છે. દિલની વાત કહેવા માટે સમય અનુકૂળ છે.

સ્વાસ્થ્યઃ શરીરમાં પાણીની કમી ન થાય તેનું ધ્યાન રાખવું. હળવો ખોરાક લેવો.

લકી રંગ: વાદળી

લકી નંબર: 2


કન્યા

Seven of Pentacles

ધીરજ અને આયોજનનો દિવસ છે. જૂના પ્રયત્નોનું ફળ મળવામાં થોડો વિલંબ થઈ શકે છે.

કરિયર: પ્રોજેક્ટ્સની સમીક્ષા થશે. નોકરી બદલવા માંગતા લોકોએ અત્યારે થોડી રાહ જોવી જોઈએ. ઉતાવળમાં નિર્ણય ન લેવો.

લવ: સંબંધોમાં સ્થિરતા રહેશે. સિંગલ્સને કોઈનો જવાબ મેળવવા માટે રાહ જોવી પડી શકે છે.

સ્વાસ્થ્યઃ એનર્જી ઓછી અનુભવાય. પૂરતી ઊંઘ અને સાંજની લટાર તાજગી આપશે.

લકી રંગ: કથ્થઈ

લકી નંબર: 4


તુલા

The Devil

પડકારજનક દિવસ છે. લાલચ કે ટૂંકા રસ્તેથી પૈસા કમાવવાની કોશિશમાં નુકસાન થઈ શકે છે.

કરિયર: ઓફિસમાં ઈર્ષાળુ સહકર્મીઓથી સાવધ રહેવું. શેરબજારમાં મોટું જોખમ ન લેવું. પારદર્શિતા જાળવવી.

લવ: પાર્ટનર પર શંકા કે અતિશય હક જતાવવાથી વિવાદ થઈ શકે છે. જૂની વાતો ફરીથી સામે આવશે.

સ્વાસ્થ્ય: લિવર કે બીપીની સમસ્યા થઈ શકે છે. ધ્યાન અને સંયમિત આહાર જરૂરી છે.

લકી રંગ: લાલ

લકી નંબર: 9


વૃશ્ચિક

King of Cups

ભાવનાત્મક પરિપક્વતાનો દિવસ છે. તમે પરિવારમાં વિવાદો ઉકેલવામાં સફળ રહેશો.

કરિયર: મેડિકલ, એજ્યુકેશન કે HR ક્ષેત્રના લોકોને સફળતા મળશે. ઓફિસમાં તમારી વિશ્વસનીયતા વધશે.

લવ: પાર્ટનર સાથેના સંબંધોમાં વિશ્વાસ વધશે. સિંગલ્સને કોઈ સમજદાર સાથી મળી શકે છે.

સ્વાસ્થ્યઃ જૂના રોગોમાં સુધારો જોવા મળશે. સંતુલિત આહાર અને મેડિટેશન ફાયદાકારક રહેશે.

લકી રંગ: ક્રીમ

લકી નંબર: 6


ધન

Ten of Swords

મુશ્કેલ સમય છે. કોઈ અનપેક્ષિત અંત અથવા માનસિક પીડા થઈ શકે છે. આર્થિક નુકસાનથી સાવધ રહેવું.

કરિયર: કોઈ પ્રોજેક્ટ બંધ થઈ શકે છે. નોકરીમાં અસ્વીકાર (Rejection) નો સામનો કરવો પડી શકે છે. નવી વ્યૂહરચના બનાવવી જરૂરી છે.

લવ: અચાનક બ્રેકઅપ કે ગેરસમજ થવાની શક્યતા છે. ધીરજ અને સેલ્ફ-કેરની જરૂર છે.

સ્વાસ્થ્યઃ જૂના રોગો ઉથલો મારી શકે છે. પૂરતો આરામ અને યોગ કરવાથી સુધારો થશે.

લકી રંગ: ચારકોલ

લકી નંબર: 8


મકર

Ace of Cups

નવી શરૂઆત અને ખુશીઓનો દિવસ છે. પરિવારમાં કોઈ સારા સમાચાર (સંતાન સુખ કે લગ્ન) મળી શકે છે.

કરિયર: કરિયરમાં શાનદાર તકો મળશે. ઈન્ટરવ્યુ માટે દિવસ પરફેક્ટ છે. તમારી મહેનતની પ્રશંસા થશે.

લવ: પ્રેમ સંબંધોમાં તાજગી આવશે. લાગણીઓ વ્યક્ત કરવા માટે અનુકૂળ સમય છે.

સ્વાસ્થ્યઃ દિવસની શરૂઆત પાણી પીને કરવી. કુદરતના સાનિધ્યમાં સમય પસાર કરવો.

લકી રંગ: ગુલાબી

લકી નંબર: 3


કુંભ

Nine of Wand

સતર્કતા અને જૂના અનુભવોમાંથી શીખવાનો દિવસ છે. પડકારો છતાં તમે તમારી જગ્યાએ અડગ રહેશો.

કરિયર: અટકેલા પ્રોજેક્ટ પૂરા કરવા માટે વધુ મહેનત કરવી પડશે. ટેકનિકલ કે સરકારી ક્ષેત્રના લોકોએ સાવધ રહેવું.

લવ: જૂના ઝઘડાને કારણે અંતર રહી શકે છે. પાર્ટનર સાથે વાત કરતી વખતે શબ્દોની પસંદગી સમજી-વિચારીને કરવી.

સ્વાસ્થ્યઃ જૂની ચિંતાઓ ઉભરશે, જેના કારણે ઊંઘમાં ખલેલ પડી શકે છે. હાડકા કે નસોમાં દુખાવો થઈ શકે છે.

લકી રંગ: લીલો

લકી નંબર: 5


મીન

Ten of Pentacles

સ્થિરતા અને સમૃદ્ધિનો દિવસ છે. આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ સારો દિવસ છે. મિલકતથી લાભ થઈ શકે છે.

કરિયર: લાંબા ગાળાની સફળતાના સંકેતો છે. પ્રમોશન કે મોટી જવાબદારી મળી શકે છે. બેંકિંગ ક્ષેત્રના લોકોને વિશેષ લાભ થશે.

લવ: સંબંધોમાં સ્થિરતા આવશે અને પરિવારની મંજૂરી મળી શકે છે. અતૂટ વિશ્વાસ વધશે.

સ્વાસ્થ્યઃ આયુર્વેદ કે પરંપરાગત સારવારથી લાભ થશે. પરિવાર સાથે સમય વિતાવવાથી માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે.

લકી રંગ: સફેદ

લકી નંબર: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *