રાજકોટ જિલ્લામાં 19.42 લાખ મતદારો

રાજકોટ મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ફાઇનલ મતદાર યાદી જાહેર થઈ ચૂકી છે જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં 19,42,474 મતદારો છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી 2026 ને લઈને શહેરના તમામ 18 વોર્ડની ફાઈનલ મતદાર યાદી આજે 1 એપ્રિલના સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં 1થી 18 વોર્ડમાં ગતવર્ષે, 10,93,991 મતદારો સામે ચાલુ વર્ષે 9,85,952 મતદારો નોંધાયા છે એટલે કે 1 લાખથી વધુ મતદારો ઘટયા છે. જ્યારે બુથ અગાઉના 991થી વધીને 1016 થયા છે.

આ ઉપરાંત જિલ્લાની તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા પણ ફાઈનલ મતદાર યાદી જાહેર થઈ છે જેમાં 11 તાલુકાના 202 વોર્ડમાં 9,56,522 મતદારો હોવાનું જાહેર થયું છે. જ્યાં 36 સીટ અને 1189 પોલિંગ સ્ટેશન છે.

રાજકોટ મહાપાલિકાના ચૂંટણી શાખાના મેનેજર પ્રણય પંચાલે જણાવ્યું હતું કે, ગત 23 માર્ચના શહેર વિસ્તારની મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી હતી. જ્યારે આજે રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ વાઇઝ ફાઇનલ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં 1 થી 18 વોર્ડ મા ગત વર્ષના 10,93,991 મતદારો હતા. જોકે તાજેતરમાં SIR એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંતર્ગત ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ કરવામાં આવી. જેમાં ગેરહાજર મતદારો, એક જ મતદારનુ બે જગ્યાએ નામ, શિફ્ટ થયેલા તેમજ મૃત્યુ પામેલા મતદારોના નામ રદ કરવામાં આવ્યા હતા. જે બાદ હવે 9,85,952 થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *