અફઘાનિસ્તાન-પાકિસ્તાનના એકબીજા પર હુમલા, 3 લોકોના મોત; 3 પાકિસ્તાની ચોકીઓ તબાહ

અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદ પર બુધવારે ફરીથી લડાઈ શરૂ થઈ ગઈ. અફઘાન તાલિબાન અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ હુમલામાં ઓછામાં ઓછા બે સામાન્ય નાગરિકોના મોત થયા છે અને 8 લોકો ઘાયલ થયા છે. જ્યારે પાકિસ્તાનમાં પણ એક નાગરિકના મોત થયાના સમાચાર છે.

અફઘાનિસ્તાન અને પાકિસ્તાને મળીને ઈદને લઈને 5 દિવસનો અસ્થાયી યુદ્ધવિરામ જાહેર કર્યો હતો. 25 માર્ચે યુદ્ધવિરામ સમાપ્ત થયા પછી બંને દેશોમાં ફરીથી અથડામણ શરૂ થઈ ગઈ છે.

ન્યૂઝ એજન્સી AP અનુસાર એક અફઘાન અધિકારીએ જણાવ્યું કે યુદ્ધવિરામ સમાપ્ત થતા જ પાકિસ્તાની સેનાએ નરઈ અને સરકાનો વિસ્તારોમાં ડઝનબંધ તોપના ગોળા છોડ્યા.

તેમણે કહ્યું કે જવાબમાં અફઘાન સરહદી દળોએ પણ ગોળીબાર કર્યો અને ત્રણ પાકિસ્તાની સૈન્ય ચોકીઓને નષ્ટ કરી દીધી, સાથે જ 1 વ્યક્તિને ઠાર માર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *