કોલંબિયામાં સોમવારે વાયુસેનાનું એક સૈન્ય વિમાન ઉડાન ભરતી વખતે ક્રેશ થઈ ગયું. તેમાં 30થી વધુ લોકોના મોત થયા. આ વિમાનમાં 125 કોલંબિયન સૈનિકો સવાર હતા. આ દુર્ઘટના પેરુ સરહદ નજીક દક્ષિણી એમેઝોન ક્ષેત્રના પ્યુર્ટો લેગુઇઝામોમાં થઈ.
રોયટર્સના રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં 34 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. પુટુમાયો પ્રાંતના ગવર્નર જોન ગેબ્રિયલ મોલિનાએ સ્થાનિક સમાચાર આઉટલેટ કારાકોલ નોટિશિયાસને જણાવ્યું કે 34 લોકો માર્યા ગયા. 21ની ઓળખ હજુ બાકી છે.
રક્ષા મંત્રી પેડ્રો સાંચેઝે જણાવ્યું કે એરફોર્સનું હર્ક્યુલસ C-130 વિમાન ટેક-ઓફ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું. વિમાન રનવેથી લગભગ 1.5 કિલોમીટર દૂર જઈને પડ્યું.