રાજકોટમાં સોની વેપારીઓનું સોનું લઈ કારીગરો ભાગી જતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે ત્યારે વધુ એક વેપારીનું સોનુ લઇ કારીગર ફરાર થયા અંગે ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
મોરબી રોડ પર અભીરામ પાર્કમાં જે.કે. કોમ્પલેક્સમાં રહેતા જયદિપભાઈ ઝીંઝુવાડીયા (ઉ.વ.35)નું રૂ.40 લાખનું ફાઈન સોનું કારીગર હારૂન કૌશર શેખ ઓળવી જતા એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
ફાઈન સોનું આપી દાગીના બનાવડાવતા હતા વેપારી જયદિપભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ઘરેથી ભક્તિ ઓર્નામેન્ટ નામની પેઢી રાખી સોનાના દાગીના બનાવવાનું કામ કરે છે. છેલ્લા દોઢેક વર્ષથી જુની ગુજરી બજાર જવેલ પોઈન્ટ સામેના બિલ્ડિંગમાં દુકાન ધરાવતા હારૂનને ફાઈન સોનું આપી દાગીના બનાવડાવતા હતા. છેલ્લે તેણે સોય, દોરા અને લટકણ વગેરે દાગીના બનાવવાનું કામ હારૂનને સોપ્યું હતું. ગત સપ્ટેમ્બર મહિનામાં સોની બજાર બોઘાણી શેરીમાં એ.બી. ટાવરમાં આવેલ આર.જે. ઓર્નામેન્ટમાં રૂ.11.42 લાખ આરટીજીએસથી મોકલ્યા હતા. જેના આધારે હારૂન ત્યાંથી 100 ગ્રામ ફાઈન સોનાનું બિસ્કિટ દાગીના બનાવવા લઈ ગયો હતો.