ગુજરાતના ન્યાયતંત્રમાં મહત્વપૂર્ણ પગલું ભરતા રાજ્યના કાયદા વિભાગે જાહેર હિતમાં 5 જજને તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય રાજ્યપાલના આદેશ બાદ અને હાઈકોર્ટની ભલામણના આધારે લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
આ પાંચ જજને ફરજિયાત નિવૃત્ત કરાયા નિવૃત્ત કરાયેલા જજોમાં મોરબીના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ પ્રથમેશ વી. શ્રીવાસ્તવ તથા ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ જજ પ્રશાંત વી. જોષી, પોરબંદરના ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ જજ મોહમ્મદ ઈલિયાસ એફ. માંડલી, રાજકોટ (ધોરાજી)ના 3ર્ડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ અલીહુસેન એમ. શેખ અને મોડાસાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ કીર્તિકુમાર જે. દરજીનો સમાવેશ થાય છે. આ પગલાને ન્યાયતંત્રમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.